Matthew 20
1કેમ કે સ્વર્ગનું રાજ્ય એક ઘરના માલિક જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો. 2તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. 3તે દિવસના આશરે સવારના સમયે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમા ઊભા રહેલા જોયા. 4ત્યારે માલિકે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ યોગ્ય હશે, તે હું તમને આપીશ;’ ત્યારે તેઓ ગયા. 5વળી તે જ દિવસે આશરે બપોરના ત્રણ વાગ્યે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. 6ત્યાર પછી આશરે પાંચેક વાગ્યે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઉભેલા જોયા; તે માલિક તેઓને કહે છે કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’ 7તેઓ તેને કહે છે કે, ‘કેમ કે કોઇએ અમને મજૂરીએ રાખ્યા નથી.’ તે તેઓને કહે છે કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ. 8સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિક પોતાના કારભારીને કહે છે કે, મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ. 9જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો. 10પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો. 11ત્યારે તે લઈને તેઓએ ઘરના માલિકની વિરુદ્ધ કચકચ કરી; 12અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’ 13પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો? 14તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે. 15જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું? 16એમ જેઓ છેલ્લા તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લા થશે.’ 17ઈસુએ યરુશાલેમ જતાં, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઇ જઈને તેઓને કહ્યું કે, 18આપણે યરૂશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે. 19ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને,વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે. 20ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી. 21ઈસુએ તેમને કહ્યું કે, ‘તમે શું ચાહો છો? તે તેમને કહે છે કે, તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.’ 22પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘તમે જે માગો છો તે તમે સમજતાં નથી; જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો?’ તેઓ તેમને કહે છે કે, ‘અમે પી શકીએ છીએ.’ 23તે તેઓને કહે છે કે, ‘તમે મારો પ્યાલો પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ સિદ્ધ કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી.’ 24દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઇઓ પર ગુસ્સે થયા. 25પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, ‘તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. 26પણ તમારામાં એવું ન થાય; તમારામાં જે કોઇ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય; 27અને જે કોઇ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય; 28જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.’ 29જયારે તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો. 30જુઓ, બે અંધ જનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, ‘ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.’ 31પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે બૂમ પાડતાં કહ્યું કે, ‘ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.’ 32ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, ‘હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?’ 33તેઓએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, અમારી આંખો ઊઘાડો.’ ત્યારે ઈસુને દયા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા; અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા. 34
Copyright information for
GujULB