Psalms 100
1હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.2આનંદથી યહોવાહની સેવા કરો;
ગાતાં ગાતાં તેમની આગળ આવો.
3જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ.
આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.
4આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો.
આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.
કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ
અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.
5
Copyright information for
GujULB