Psalms 110
1યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”2યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; તારા શત્રુઓ પર રાજ કર.
3તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે
પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો;
તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.
4યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: તમે મેલ્ખીસદેકના ધોરણે,
સદાને માટે યાજક છો.”
5પ્રભુ તમારે જમણે હાથે છે. તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.
6તે દેશોનો ન્યાય કરશે;
તે ખીણોને મૃતદેહોથી ભરશે;
તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.
તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.
7
Copyright information for
GujULB