Psalms 120
1મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યોઅને તેમણે મને ઉત્તર આપ્યો.
2હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે
અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
3હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
4તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે
અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
5મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
6જે શાંતિ પર દ્વેષ રાખે છે
તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
હું શાંતિ ચાહું છું,
પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.
7
Copyright information for
GujULB