Psalms 93
1યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે;યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે.
ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે.
2તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે;
તમે અનાદિકાળથી છો.
3હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે;
પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે.
4ઘણા પાણીઓના ખળખળાટ કરતાં,
સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં,
યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે.
તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; હે યહોવાહ, સર્વકાળ
પવિત્રતા તમારા ઘરને શોભે છે.
5
Copyright information for
GujULB